Contacts

Matushri Shambai Kalyan Lohana Mahajanwadi, Agra Road, Kalyan-W. 421301

kalyan.lohanas@gmail.com

02512306695 / 02512327840

પૂ. જલાબાપાએ સ્વહસ્તે લખેલ

પત્રની યાદગીરી

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપી તા. ૨૬: નીચેનો કાગળ જલારામ બાપાએ સ્વહસ્તે લખેલા કાગળનો અનુવાદ છે. 

O|||ઉ ચત્રભુજ શ્રી મજીન્દ્ર સમસ્ત છે. 

     સ્વસ્તનશ્રી અમરેલી શુભસ્થાને સર્વે ઉપમા લાયક ભાઈશ્રી પાંચ કાળા વસરામના પરિવારની ચરણજીવી હોજો. 

     એતાન શ્રી વીરપુરથી લી. ભગત જલારામના રામ રામ વાંચજો. 

     બીજું લખવા કારણ એ છે જે તમારો કાગળ ૧ ઠા. પીતાંબર જેઠા સાથે આવતા પોતો છે. ઠા. પીતાંબરે બધી વાત કરી છે. તમે સરવ મુઝાવ છો તે મુઝાવ છો તે મુંઝાવા દેવા નઈ તમારે શ્રી ઠાકોરજીનો ભરોસો સત દાનત ન રાખવી શ્રી ઠાકોરજી સરવ વાતની સંભાળ રાખશે. ભાઈ વસરામ રાજી યાએ એમ કરજો. તમારા ઠાકોરજી તમ ભેળા છે તેને રાખવા ને એ ઠાકોરજી તમારી પાછળ છે તે જાણજો. 

     સંવત ૧૯૩૪ ના પોષ વદી પર વાર શની. 

     દ. ભગત પોતાના છે. 

ઠા. પીતાબરમાં બાકી 

અસત કરમ નથી. 

     આ પત્ર પૂજય બાપાએ અમરેલીના પોતાના સેવક કાળા વસરામ ઉપર લખેલો છે. 

     વાત કોઈ મૂંઝવણની લાગી હશે એટલે કાળા વસરામે પૂજય બાપા ઉપર કાગળ લખી ઠા. પીતાબર જેઠા સાથે તે કાગળ વીરપુર મોકલેલ અને તે કાગળનો જવાબ પૂજય જલારામ બાપાએ લખેલ છે. 

     આ કાગળમાં નજરે પડે છે. ખાસ શબ્દો ઠાકોરજી…. ઠાકોરજી સરવ વાત રૂડી કરશે…. ઠાકોરજી સંભાળ રાખશે.. ઠાકોરજી સમસ્થ છે…. 

     આ કાગળમાં ક્યાંય ‘હું’ કે મારો શબ્દ પૂજય બાપાએ લખ્યા નથી. અને આજે….. ! 

‘જય જલારામ’

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.

EN